કચ્છમાં પ્રથમ કેન્સર હોસ્પિસ્ અને ડાયાલીસીસ સેન્ટર
સમગ્ર કચ્છની જનતા માટે જન કલ્યાણ મેડિકલ સોસાયટી એ મેડિકલ ક્ષેત્ર એક વિશિષ્ટ સુવિધા ઉપલબ્ધ કરાવી છે, તેમજ ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરી સમગ્ર ગુજરાતમાં કેન્સર માટે ત્રીજું અને હોસ્પિટલ માટે બીજું કેન્દ્ર ઊભું કરી લોકોને મદદ કરવાની બાથ ભીડી છે.
કચ્છમાં સૌપ્રથમવાર કેન્સર શિક્ષણ, વહેલું નિદાન અને કેન્સરનાં દર્દીઓને આર્થિક સહાય આપવાનું કામ કરી રહી છે. આ સંસ્થાએ તા. 15 ફેબ્રુઆરી, 2009 ના રોજ ગુજરાત વિધાનસભાનાં અધ્યયક્ષ માનનીય શ્રી અશોકભાઇ ભટ્ટના વરદ્ હસ્તે કેન્સર રીસર્ચ, હોસ્પિસ્ અને ડાયાલીસીસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું.
સંસ્થા પાસે ડિજીટલ એક્ષ-રે મશીન, સોનોગ્રાફી, મેમોગ્રાફી, એન્ડોસ્કોપી રૂમ અને લેબોરેટરીના સાધનો ઉપલબ્ધ છે. તેમજ ઇમર્જન્સિ રૂમ, IPD/OPD, લેબોરેટરી, આઈ. સી. યુ. (ICU), વેન્ટિલેટર, ડાયાલીસીસ માશીન, ઓપરેશન થેટર (O.T.), ફીઝીયો થેરાપી સેંટર, ડેન્ટલ ક્લિનિક, મેડીકલ સ્ટોર તથા 24 કલાક સેવા માટે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે.


