Dialysis & Kidney

કિડનીના રોગોના મુખ્ય ચિહ્નો

  1. આંખો પર સવારે સોજા આવવા. મોં અને પગ પર સોજા આવવા.
  2. ભૂખ ઓછી લાગવી, ઊલટી-ઊબકા થવા.
  3. નાની ઉંમરે લોહીનું ઊચું દબાણ હોવું.
  4. નબળાઈ આવવી, જલદી થાક લાગવો, લોહીમાં ફિક્કાશ હોવી.
  5. પેશાબ ઓછો આવવો, બળતરા થવી, લોહી કે પરું આવવું.
  6. પેશાબ ઊતરવામાં તકલીફ થવી, પેટમાં દુખાવો થવો.                             જો કોઈ વ્યક્તિમાં ઉપર મુજબના ચિહ્નો જોવા મળે તો વહેલાસર ડૉક્ટર પાસે જઈ તપાસ કરાવવી જરૂરી છે.

કિડનીના રોગો અટકાવવાના ઉપાયો

  1. તંદુરસ્ત વ્યક્તિએ રોજ ૩ લિટર (૧૦-૧૨ ગ્લાસ)થી વધુ પાણી પીવું.
    ૪૦ વર્ષની ઉંમર બાદ રૂટિન હેલ્થ ચેકઅપ કરાવવું.
  2. ડૉક્ટરોની સલાહ વગર દવાઓ (ખાસ કરીને પીડાશામક) ન લેવી.
  3. કુટુંબમાં વારસાગત રોગ (ડાયાબિટીસ, લોહીનું દબાણ, પોલીસિસ્ટિક કિડની ડિસીઝ) હોય તો, ઘરના અન્ય સભ્યોએ વહેલી તપાસ કરાવવી.
  4.  ડાયાબિટીસ અને લોહીના દબાણના દર્દીઓએ નિયમિત તપાસ અને સારવાર દ્વારા રોગને યોગ્ય રીતે કાબૂમાં રાખવો.
  5. કિડનીના રોગોના ચિહ્નો જોવા મળે ત્યારે વહેલાસર ડૉક્ટર દ્વારા તપાસ કરાવવી. નિદાન બાદ નિયમિત દવા લેવી.
  6. પથરી, પેશાબનો ચેપ, મોટી ઉંમરે પુરુષોમાં બી.પી.એચ.ની તકલીફ વગેરે માટે યોગ્ય તપાસ તથા સમયસર સારવાર લેવી.

ક્રોનિક કિડની ફેલ્યોરની સારવાર માટે અગત્યની સૂચનાઓ

  1. આ રોગ એલોપેથિક આયુર્વેદિક, હોમિયોપેથિક વગેરે કોઈ સારવારથી મટી શકતો નથી. 
  2. કિડની ફેલ્યોરના દર્દીઓમાં કિડની વધુ બગડતી અટકાવવા જેટલી વહેલી, નિયમિત અને યોગ્ય સારવાર, તેટલો વધુ ફાયદો. 
  3. તબિયત સંપૂર્ણ સારી લાગતી હોય તેમ છતાં નિયમિત દવા, ખોરાકમાં પરેજી, ડૉક્ટર દ્વારા તપાસ અને લેબોરેટરી તપાસ કરાવવી જરૂરી છે. 
  4. લોહીનું દબાણ નિયમિત મપાવવું અને તે હંમેશા ૧૪૦/૮૪થી ઓછું હોવું જોઈએ. ડાયાબિટીસ પર સારવાર દ્વારા યોગ્ય કાબૂ રાખવો. 
  5. સોજા હોય ત્યારે પ્રવાહી (પાણી, ચા, છાશ વગેરે) ડૉક્ટરની સલાહ મુજબ ઓછું લેવું. 
  6. લોહીનું દબાણ વધારે હોય (કે સોજા હોય) તેવા દર્દીઓએ હંમેશાં મીઠું (નમક) ઓછું લેવું અને પાપડ, અથાણા વગેરે વધારે મીઠાવાળો ખોરાક ન લેવો. 
  7. વધુ પોટેશિયમવાળો ખોરાક જેમ કે નારિયેળ પાણી, ફળો તથા ફળોના રસ, સુકામેવા વગેરે ન લેવા. 
  8. કમળા સામે રક્ષણ મેળવવા (Hepatitis-B)ની રસી લેવી. 
  9. ડાબા હાથની શિરા(Vein)માંથી તપાસ માટે લોહી ન લેવું. ઈન્જેકશન ન આપવા કે બાટલા ન ચડાવવા. 
  10. લોહીમાં ક્રીએટીનીનનું પ્રમાણ વધે ત્યારે ડૉક્ટરની સલાહ મુજબ એ.વી. ફિસ્ચ્યુલા કરાવવી. ફિસ્ચ્યુલા તૈયાર હોય તો હિમોડાયાલિસિસ સલામત રીતે, સરળતાથી, ઝડપથી અને ઓછા ખર્ચે થઈ શકે છે. 
  11. દરરોજ ૩૦ મીનીટ હળવી કસરત લાંબા ગાળે ફાયદાકારક છે.

એક પગલું માનવ સેવા તરફ...

અમને શ્રદ્ધા છે કે આપની લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવીને કેન્સર અને કિડની ફેલિયોર દર્દીઓને જીવનદાન આપી આપણા ઉપરોક્ત સેવાકાર્યમાં લક્ષ્મીરૂપી દીવેલ પૂરી સેવાદીપને જલતો રાખવા માટે "પ્રેરણાસ્ત્રોત" બની રહેશો એજ પ્રાર્થના.

Address

Mandvi-Bhuj Highway, NH No. 8-A Ext., Post Maska, Tal. Mandvi-Kutch.

Call Us

Tel: 02834-224108
Mo. : +91 79900 99010

Email Us

jkms1993@gmail.com

Scroll to Top